Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

અખિલ સુતરીઆ


તેજાબ … નો ઊપયોગ કયારે, કયાં, કેમ, કેવી રીતે અને કોને માટે ..

કટાઇ ગયેલા, સડી ગયેલા, કોહવાઇ ગયેલા, ગંધાઇ ગયેલા, નબળા પડી ગયેલા લોખંડને ઢીલુ કરવા …

અત્યાર સુધીની જીવનસફરના મારા ૫૧ વરસના જ નાનકડા જીવનકાળમાં એવા એવા માણસોય મળ્યા કે,

જેમના તન અને મન …

કટાઇ ગયેલા,

સડી ગયેલા,

કોહવાઇ ગયેલા,

ગંધાઇ ગયેલા,

અને નબળા પડી ગયેલા જણાયા …

એવા લોકો ડરપોક અને દંભી વિચારધારા સાથે …

જીવનના મુલ્યોની નવી વ્યાખ્યા કરવા માંડયા …

સગવડતા ખાતર .. સલામતી જોઇને .. સુરક્ષાનો વિચાર કરીને …

સભ્ય અને સંસ્કારી ઘરોમાં દુર્બળ યુવાનો પેદા કરવા માંડયા …

પરિકલ્પનાઓ અને પરિકથાઓમાં રાચતા ..

પરસેવો પાડવાની વાત તો દૂર રહી …

રોજ સવારે રડતા ..

કશુંય કરી શકવાને લગભગ અશક્તિમાન થઇ ગયેલા …

નિસ્તેજ ચહેરાઓને

જોવાનુ હવે મને મંજૂર નથી …

એટલે જ …

આ તેજાબ .. ના બે .. બે બુંદથી …

કટાઇ ગયેલા, સડી ગયેલા, કોહવાઇ ગયેલા, ગંધાઇ ગયેલા, નબળા પડી ગયેલા

લોકમાનસને ચળકતુ – ચમકતું કરવાનો મારો આ પ્રયાસ છે.

… હવેથી વાતો બંધ .. કામ શરૂ…… છે મંજૂર ? ?

– અખિલ સુતરીઆ

અસ્વીકરણ